RR IPL 2026 Schedule: રાજસ્થાન રોયલ્સમાં નવા યુગની શરૂઆત! રિયાન પરાગ બન્યો કેપ્ટન, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ અને Squad

rajasthan-royals-ipl-2026-schedule-full-squad

જયપુર/ગુવાહાટી: IPL 2026 ની આતુરતાનો હવે અંત આવ્યો છે! BCCI એ સત્તાવાર રીતે ટૂર્નામેન્ટની 19મી સીઝનના પ્રથમ તબક્કાના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. ટૂર્નામેન્ટનો પ્રારંભ 28 માર્ચથી થશે.

રાજસ્થાન રોયલ્સ માટે આ સીઝન ખૂબ જ ખાસ છે કારણ કે ટીમે એક મોટો ફેરફાર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ સ્ટાર ખેલાડી સંજુ સેમસન ના સ્થાને યુવા પ્લેયર રિયાન પરાગ ને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે. નોંધનીય છે કે સંજુ સેમસન હવે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માં જોડાઈ ગયો છે.

રાજસ્થાન રોયલ્સ (RR) IPL 2026 શેડ્યૂલ

રાજસ્થાન રોયલ્સ પોતાની સફર 30 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ સામે શરૂ કરશે. આ મેચ ગુવાહાટીમાં રમાશે, જે તેમનું હોમ ગ્રાઉન્ડ છે. પ્રથમ તબક્કાની 4 મેચોમાંથી 3 મેચ ગુવાહાટીમાં રમાવાની છે.

મેચ નં.મુકાબલો (Teams)તારીખ અને સમયમેદાન (Venue)
3RR vs CSK30 માર્ચ, સાંજે 7:30 વાગ્યેગુવાહાટી (Home)
9GT vs RR4 એપ્રિલ, સાંજે 7:30 વાગ્યેઅમદાવાદ (Away)
13RR vs MI7 એપ્રિલ, સાંજે 7:30 વાગ્યેગુવાહાટી (Home)
16RR vs RCB10 એપ્રિલ, સાંજે 7:30 વાગ્યેગુવાહાટી (Home)

ઓક્શન રિવ્યૂ 2026: જાડેજા અને બિશ્નોઈની એન્ટ્રી

ગત સીઝનમાં 9મા સ્થાને રહ્યા બાદ, રાજસ્થાન રોયલ્સે આ વખતે આખી ટીમમાં મોટો ફેરફાર કર્યો છે:

  • ઐતિહાસિક ટ્રેડ: સંજુ સેમસનને CSK માં મોકલીને તેના બદલે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને સેમ કરન ને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
  • મોંઘી ખરીદી: હરાજીમાં રાજસ્થાનની સૌથી મોંઘી ખરીદી લેગ સ્પિનર રવિ બિશ્નોઈ રહ્યો હતો, જેને ₹7.20 કરોડમાં ખરીદવામાં આવ્યો છે.
  • બોલિંગમાં સુધારો: ફાસ્ટ બોલર એડમ મિલ્ને ઉપરાંત કુલદીપ સેન અને સુશાંત મિશ્રા જેવા ભારતીય વિકલ્પોને ટીમમાં જોડવામાં આવ્યા છે. વનિન્દુ હસરંગા અને મહેશ થીક્ષાનાને રિલીઝ કરીને વિગ્નેશ પુથુર જેવા નવા સ્પિનરોને તક આપી છે.

રાજસ્થાન રોયલ્સ (RR) Full Squad 2026

નવા કેપ્ટન રિયાન પરાગના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજો અને વિદેશી સ્ટાર્સનું મિશ્રણ નીચે મુજબ છે:

બેટ્સમેન અને વિકેટકીપર્સ: યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, શુભમ દુબે, વૈભવ સૂર્યવંશી.

ઓલરાઉન્ડર્સ: રિયાન પરાગ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, સેમ કરન, ડોનોવન ફરેરા.

બોલર્સ: જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, સંદીપ શર્મા, એડમ મિલ્ને, કુલદીપ સેન, નાન્દ્રે બર્ગર, ટ્રેન્ટ બોલ્ટ (ક્વેના મફાકા), તુષાર દેશપાંડે, યુધવીર સિંહ ચરક, સુશાંત મિશ્રા, યશ રાજ પુંજા, વિગ્નેશ પુથુર, રવિ સિંહ, અમન રાવ, બ્રિજેશ શર્મા.

Leave a Comment