KKR સાથે કરાર હોવા છતાં ડ્વેન બ્રાવો જોડાશે CSK માં! ‘Roar’26’ ઈવેન્ટમાં ધોની-રૈના સાથે મચાવશે ધૂમ

dwayne-bravo-joins-csk-roar-2026-event-kkr-mentor

ચેન્નઈ: આઈપીએલ 2026 ની શરૂઆત પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે તેમના ફેન્સ માટે એક ભવ્ય સરપ્રાઈઝ તૈયાર કર્યું છે. 22 માર્ચના રોજ ચેપોક સ્ટેડિયમમાં ‘Roar’26’ નામનો એક ખાસ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેમાં CSK ના તમામ દિગ્ગજો એકસાથે જોવા મળશે. આ યાદીમાં સૌથી ચોંકાવનારૂં નામ ડ્વેન બ્રાવોનું છે, જે હાલમાં KKR ના મેન્ટર છે.

જૂની યાદો તાજી થશે: દિગ્ગજોનો મેળાવડો

CSK દ્વારા જાહેર કરવામાં આવેલા એક વિડિયોમાં, જેમાં એમ.એસ. ધોની પોતે જોવા મળે છે, પુષ્ટિ કરવામાં આવી છે કે ડ્વેન બ્રાવો આ ઈવેન્ટમાં હાજરી આપશે. તેની સાથે સુરેશ રૈના, માઈક હસી, મેથ્યુ હેડન, મુરલી વિજય અને બદ્રીનાથ જેવા ‘વિન્ટેજ’ ખેલાડીઓ પણ જોવા મળશે.

નવાઈની વાત એ છે કે ડ્વેન બ્રાવો KKR ના મેન્ટર છે અને મેથ્યુ હેડન ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયેલા છે. જોકે, આ બંને દિગ્ગજો પોતપોતાની ફ્રેન્ચાઈઝી પાસેથી પરવાનગી લઈને આ ઈવેન્ટમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાન પણ લાઈવ પરફોર્મન્સ આપવાના છે.

View this post on Instagram

A post shared by Chennai Super Kings (@chennaiipl)

ટિકિટ ક્યાંથી ખરીદવી?

ચાહકોમાં આ પુનઃમિલન (Reunion) જોવા માટે ભારે ક્રેઝ છે.

  • તારીખ: 15 માર્ચથી ટિકિટો લાઈવ થઈ ગઈ છે.
  • ક્યાંથી: સત્તાવાર CSK એપ, વેબસાઈટ અને ડિસ્ટ્રિક્ટ એપ (District App) પરથી ટિકિટ ખરીદી શકાશે.
  • ચેતવણી: ચાહકોને સત્તાવાર પ્લેટફોર્મ સિવાય અન્ય કોઈ જગ્યાએથી ટિકિટ ન ખરીદવા સલાહ આપવામાં આવી છે.

IPL 2026 માં CSK નું શેડ્યૂલ

BCCI એ અત્યારે માત્ર પ્રથમ 20 મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ગત સીઝનમાં નિરાશાજનક પ્રદર્શન બાદ રુતુરાજ ગાયકવાડના નેતૃત્વવાળી ‘યલો આર્મી’ આ વખતે જોરદાર વાપસી કરવા માંગશે.

CSK ની પ્રથમ 4 મેચો:

  • 30 માર્ચ: વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ (ગુવાહાટી)
  • 3 એપ્રિલ: વિરુદ્ધ પંજાબ કિંગ્સ (ચેપોક, ચેન્નઈ)
  • 5 એપ્રિલ: વિરુદ્ધ RCB (બેંગલુરુ)
  • 11 એપ્રિલ: વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ (ચેપોક, ચેન્નઈ)

Leave a Comment