નવી દિલ્હી: બીસીસીઆઈ નમન એવોર્ડ્સ 2026 ના સમારોહમાં જ્યારે તમામ દિગ્ગજો એકઠા થયા હતા, ત્યારે એક ક્ષણ એવી આવી જેની કોઈએ કલ્પના કરી નહોતી. ભારતીય કોચ ગૌતમ ગંભીર અને સુનીલ ગાવસ્કર, જેઓ અવારનવાર એકબીજા પર આકરા પ્રહારો કરવા માટે જાણીતા છે, તેઓ એક જ ટેબલ પર બેઠેલા જોવા મળ્યા હતા.
હરમનપ્રીત કૌરે બદલી પોતાની સીટ!
કાર્યક્રમના આયોજન મુજબ, એક ટેબલ પર હરમનપ્રીત કૌર, ગૌતમ ગંભીર અને સુનીલ ગાવસ્કર માટે સીટ ફાળવવામાં આવી હતી. હરમનપ્રીતની સીટ બરાબર ગંભીરની બાજુમાં હતી. જોકે, હરમનપ્રીત ત્યાં બેસવાને બદલે બીજી જગ્યાએ જતી રહી હતી. હરમનપ્રીતના આ પગલા બાદ ગંભીર અને ગાવસ્કર એકલા તે ટેબલ પર રહી ગયા હતા, જે દ્રશ્ય સોશિયલ મીડિયા પર ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યું છે.
ગંભીર અને ગાવસ્કર વચ્ચેના વિવાદનું મૂળ શું છે?
આ બંને દિગ્ગજો વચ્ચેના વિવાદની શરૂઆત ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીત બાદ થઈ હતી:
- ગાવસ્કરની ટીકા: ગાવસ્કરે તેમના આર્ટિકલમાં લખ્યું હતું કે ગૌતમ ગંભીરે રાહુલ દ્રવિડ પાસેથી શીખવું જોઈએ. દ્રવિડે T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ વધારાની ઈનામી રકમ લેવાનો ઈનકાર કર્યો હતો, જ્યારે ગંભીરને લઈને ગાવસ્કરે અલગ મત વ્યક્ત કર્યો હતો.
- ગંભીરનો જડબાતોડ જવાબ: ગંભીરે પલટવાર કરતા કહ્યું હતું કે, “કેટલાક લોકો છેલ્લા 20-25 વર્ષથી કોમેન્ટ્રી બોક્સમાં બેસીને બધું જ પ્રશ્ન કરે છે. તેઓ માને છે કે ભારતીય ક્રિકેટ તેમની અંગત મિલકત છે, પણ એવું નથી. તે 140 કરોડ ભારતીયોની ઓળખ છે.”
ચેમ્પિયન કોચ તરીકે ગંભીરનું સન્માન
તમામ ટીકાઓ છતાં, ગૌતમ ગંભીરની કોચિંગ હેઠળ ભારતની પુરુષ ટીમે T20 વર્લ્ડ કપ 2026 જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારત સતત બીજી વાર ટાઇટલ ડિફેન્ડ કરનારી પ્રથમ ટીમ બની છે. BCCI એ આ ભવ્ય સફળતા માટે હેડ કોચ ગંભીર અને આખી ટીમનું સન્માન કર્યું હતું. ગંભીર ટીકાકારોને મેદાન પર પોતાના પરિણામોથી જવાબ આપવામાં માને છે અને આ એવોર્ડ શો તેની સાબિતી હતો.

Urvil Ramoliya is a dedicated cricket enthusiast who closely tracks international and domestic cricket developments. With a strong passion for the game and a habit of following real-time match updates, player performances, and breaking cricket news, he shares timely and accurate cricket insights for fans. Urvil focuses on delivering quick, reliable, and easy-to-understand cricket updates so readers can stay informed about the latest happenings in the cricket world.





