Breaking News: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના નવા માલિકોની જાહેરાત! આદિત્ય બિરલા ગ્રુપ અને અમેરિકન રોકાણકારોએ ખરીદી ટીમ

RCB New Owner IPL 2026

બેંગલુરુ: આઈપીએલ 2025 નું ટાઇટલ જીત્યાના ગણતરીના મહિનાઓ બાદ જ યુનાઇટેડ સ્પિરિટ્સે RCB ફ્રેન્ચાઈઝી વેચવા માટે મૂકી હતી. હવે IPL 2026 ની સીઝન શરૂ થાય તે પહેલા જ આ ટીમનો સોદો ફાઈનલ થઈ ગયો છે. આદિત્ય બિરલા ગ્રુપ, અમેરિકન સ્પોર્ટ્સ ઇન્વેસ્ટર ડેવિડ બ્લિટ્ઝર અને પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ બ્લેકસ્ટોન (Blackstone) ના કન્સોર્ટિયમે RCB ને ખરીદી લીધી છે.

માન્ચેસ્ટર યુનાઈટેડના માલિકો રેસમાંથી બહાર

RCB ને ખરીદવા માટે વિશ્વભરના દિગ્ગજોમાં હોડ જામી હતી:

  • એવરામ ગ્લેઝર: માન્ચેસ્ટર યુનાઈટેડના સહ-માલિક એવરામ ગ્લેઝરે પણ આ ટીમમાં ભારે રસ દાખવ્યો હતો.
  • આદર પૂનાવાલા: સીરમ ઇન્સ્ટિટ્યૂટના આદર પૂનાવાલા પણ રેસમાં હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેઓ ખસી ગયા હતા.
  • અંતે આદિત્ય બિરલા ગ્રુપના કન્સોર્ટિયમે તમામ બોલીઓને પાછળ છોડીને ટીમના માલિકી હક્કો મેળવ્યા છે.

આર્યમન બિરલા સંભાળશે કમાન?

નવી માલિકી હેઠળ, RCB નું નેતૃત્વ કુમાર મંગલમ બિરલાના પુત્ર આર્યમન બિરલા કરશે તેવી પૂરેપૂરી શક્યતા છે. રસપ્રદ વાત એ છે કે, આર્યમન પોતે ક્રિકેટર રહી ચૂક્યા છે અને અગાઉ રાજસ્થાન રોયલ્સનો ભાગ હતા. હવે તેઓ ફેમિલી બિઝનેસ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં સક્રિય થઈ રહ્યા છે.

કુમાર મંગલમ બિરલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “RCB એ આધુનિક રમત જગતની સૌથી આકર્ષક ફ્રેન્ચાઈઝીમાંની એક છે. આ સંપત્તિના રક્ષક બનતા અમને આનંદ થાય છે અને અમે આ વારસાને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.”

IPL 2026: ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે RCB ની એન્ટ્રી

ગયા વર્ષે રજત પાટીદાર ના નેતૃત્વમાં પંજાબ કિંગ્સને હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન બનેલી RCB આ વખતે નવા માલિકો અને નવા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.

  • પ્રથમ મેચ: શનિવાર, 28 માર્ચ vs SRH (બેંગલુરુ).
  • સમય: સાંજે 7:30 વાગ્યાથી.
  • આગામી મેચો: બેંગલુરુમાં CSK સામે ટકરાયા બાદ ટીમ ગુવાહાટી (RR સામે) અને મુંબઈ (MI સામે) પ્રવાસ કરશે.

Leave a Comment