આઈપીએલ 2026 માં અત્યાર સુધી KKR નું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ત્રણમાંથી બે મેચમાં હાર અને એક મેચ વરસાદમાં ધોવાઈ જતાં ટીમ દબાણમાં છે. બીજી તરફ, એડન માર્કરામ અને ઋષભ પંતની લખનૌ ટીમ ફોર્મમાં છે. આ મેચમાં કેમરૂન ગ્રીન અને ફિન એલન જેવા સ્ટાર ખેલાડીઓ પર KKR ની નજર રહેશે.
ઈડન ગાર્ડન્સ પિચ રિપોર્ટ (Pitch Report)
ઈડન ગાર્ડન્સની પિચ બેટિંગ અને બોલિંગ બંને માટે સમાન તક પૂરી પાડે છે. જોકે શરૂઆતમાં વાદળછાયા વાતાવરણને કારણે ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે.
| વિગત | આંકડા (IPL રેકોર્ડ્સ) |
| કુલ મેચો | 102 |
| પ્રથમ બેટિંગ કરનારની જીત | 43 |
| બીજી બેટિંગ કરનારની જીત (Chasing) | 57 |
| પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર | 167.75 |
| બીજી ઇનિંગનો સરેરાશ સ્કોર | 153.71 |
| ફાસ્ટ બોલરોની વિકેટ (%) | 58% |
| સ્પિનરોની વિકેટ (%) | 41.43% |
એનાલિસિસ: શરૂઆતની ઓવરોમાં બોલ સીમ થશે, પરંતુ સેટ થયા બાદ બેટ્સમેનો અહીં મોટા શોટ્સ રમી શકશે. સ્પિનરોને પણ પિચ પરથી ટર્ન મળવાની શક્યતા છે. આંકડા જોતા ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.
કોલકાતા હવામાન રિપોર્ટ (Weather Forecast)
કોલકાતામાં ગુરુવારે સવાર અને બપોરના સમયે ભારે વરસાદની આગાહી છે, પરંતુ સાંજ સુધીમાં સ્થિતિ સુધરી શકે છે.
- તાપમાન: આશરે 26 ડિગ્રી સેલ્સિયસ.
- વરસાદની શક્યતા: સાંજના સમયે માત્ર 2%.
- વાદળછાયું વાતાવરણ: 3% ક્લાઉડ કવર.
- પવન: 11 કિમી/કલાકની ઝડપે દક્ષિણ-દક્ષિણ પૂર્વ તરફથી ફૂંકાશે.
દિવસ દરમિયાન ભલે વરસાદ પડે, પરંતુ સાંજ સુધીમાં આકાશ સાફ થવાની શક્યતા હોવાથી ચાહકોને આખી 40 ઓવરની મેચ જોવા મળી શકે છે.

Urvil Ramoliya is a dedicated cricket enthusiast who closely tracks international and domestic cricket developments. With a strong passion for the game and a habit of following real-time match updates, player performances, and breaking cricket news, he shares timely and accurate cricket insights for fans. Urvil focuses on delivering quick, reliable, and easy-to-understand cricket updates so readers can stay informed about the latest happenings in the cricket world.





