આઈપીએલ ઈતિહાસની 5 સૌથી યાદગાર મેચો: મુંબઈની 3 અને ચેન્નઈની 2 મેચોનો સમાવેશ, જાણો કઈ મેચ બની નંબર-1? | Top 5 Best team in IPL

imdb-ranks-5-best-ipl-matches-of-all-time-list

Top 5 Best team in IPL: IMDb એ અત્યાર સુધી રમાયેલી 43 શાનદાર મેચોનું રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાંથી ટોપ-5 મેચોએ ચાહકોની જૂની યાદો તાજી કરી દીધી છે. આ યાદીમાં 3 ફાઈનલ મેચોનો સમાવેશ થાય છે.

IMDb ના મતે IPL ની 5 સર્વશ્રેષ્ઠ મેચો

  1. મુંબઈ ઈન્ડિયન્સ vs CSK (IPL 2019 ફાઈનલ): આ મેચ લિસ્ટમાં નંબર 1 પર છે. રોહિત શર્માની મુંબઈએ બુમરાહની ઘાતક બોલિંગ અને પોલાર્ડની આક્રમક બેટિંગના દમ પર ચેન્નઈને માત્ર 1 રને હરાવી ચોથું ટાઇટલ જીત્યું હતું.
  2. KKR vs ગુજરાત ટાઇટન્સ (IPL 2023, મેચ 13): રિંકુ સિંહે છેલ્લા 5 બોલમાં 5 સિક્સર ફટકારીને કોલકાતાને જે અશક્ય જીત અપાવી હતી, તેને બીજા ક્રમે રાખવામાં આવી છે.
  3. મુંબઈ ઈન્ડિયન્સ vs રાજસ્થાન રોયલ્સ (IPL 2014): પ્લેઓફમાં પહોંચવા માટે મુંબઈએ 190 રનનો ટાર્ગેટ માત્ર 14.4 ઓવરમાં ચેઝ કરવાનો હતો, જે તેમણે કરી બતાવ્યું હતું. આ રોમાંચક મેચ ત્રીજા ક્રમે છે.
  4. મુંબઈ ઈન્ડિયન્સ vs રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ (IPL 2017 ફાઈનલ): મુંબઈએ ફરી એકવાર માત્ર 1 રને ફાઈનલ જીતીને ત્રીજું ટાઇટલ મેળવ્યું હતું. આ મેચ ચોથા ક્રમે છે.
  5. CSK vs ગુજરાત ટાઇટન્સ (IPL 2023 ફાઈનલ): રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલમાં સિક્સ અને ફોર ફટકારી ચેન્નઈને પાંચમું ટાઇટલ અપાવ્યું હતું. આ ફાઈનલ પાંચમા ક્રમે છે.

ટોપ-10 ની અન્ય યાદગાર મેચો

  • નંબર 6: મુંબઈ vs પંજાબ (2020) – આઈપીએલનો એકમાત્ર ડબલ સુપર ઓવર ડ્રામા.
  • નંબર 7: SRH vs RCB (2024) – હાઈ-સ્કોરિંગ રોલર કોસ્ટર મેચ.
  • નંબર 10: ક્રિસ ગેલની 175 રનની ઐતિહાસિક ઇનિંગ (RCB vs પુણે વોરિયર્સ).

IPL 2026 ની હાલની સ્થિતિ

ચાલુ સીઝનમાં રાજસ્થાન રોયલ્સ 3 માંથી 3 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. પંજાબ બીજા અને RCB ત્રીજા સ્થાને છે. KKR અને CSK એ હજુ સુધી આ સીઝનમાં એક પણ જીત નોંધાવી નથી.

Leave a Comment