અમદાવાદ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની ઐતિહાસિક ફાઈનલમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ આખી ટુર્નામેન્ટમાં 20 દેશો વચ્ચે રમાયેલી 55 મેચોમાં ઘણા રોમાંચક ઉતાર-ચઢાવ જોવા મળ્યા. જ્યાં ઓસ્ટ્રેલિયા જેવી ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ, ત્યાં ઝિમ્બાબ્વે અને ઇટાલી જેવી ટીમોએ ફેન્સના દિલ જીતી લીધા.
હવે જ્યારે ટુર્નામેન્ટ પૂરી થઈ ગઈ છે, ત્યારે ક્રિકેટ એક્સપર્ટ્સ દ્વારા ‘ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ’ (Team of the Tournament) એટલે કે આ વર્લ્ડ કપની બેસ્ટ પ્લેઇંગ 11 પસંદ કરવામાં આવી છે. આ ટીમમાં ભારતીય ખેલાડીઓનો જબરદસ્ત દબદબો છે, પરંતુ કેપ્ટન તરીકે એક એવા ખેલાડીની પસંદગી થઈ છે, જેણે બધાને ચોંકાવી દીધા છે! ચાલો જોઈએ આ ખતરનાક ટીમ.
ટોપ-ઓર્ડર: સંજુ સેમસન અને ટિમ સિફર્ટની આક્રમક શરૂઆત
આ ડ્રીમ ટીમના ટોપ-ઓર્ડરમાં એવા બેટ્સમેનોને રાખવામાં આવ્યા છે જેમણે પાવરપ્લેમાં બોલરોની ઉંઘ હરામ કરી નાખી હતી.
- સંજુ સેમસન (વિકેટકીપર): ટૂર્નામેન્ટમાં લેટ એન્ટ્રી મારવા છતાં 199.37 ના ખતરનાક સ્ટ્રાઈક રેટથી 321 રન બનાવનાર ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ સંજુ સેમસન આ ટીમનો ઓપનર અને વિકેટકીપર છે.
- ટિમ સિફર્ટ: ન્યૂઝીલેન્ડને ફાઈનલ સુધી પહોંચાડવામાં સિફર્ટનો મોટો રોલ રહ્યો. તેણે 166.32 ના સ્ટ્રાઈક રેટથી 326 રન અને 4 ફિફ્ટી ફટકારી છે.
- તેમની સાથે ત્રીજા ક્રમે ભારતના ઈશાન કિશન ને પણ ટોપ-ઓર્ડરમાં સ્થાન મળ્યું છે.
મિડલ-ઓર્ડર અને ઓલરાઉન્ડર્સ: સિકંદર રઝા બન્યો કેપ્ટન!
મિડલ-ઓર્ડરમાં એક મોટું સરપ્રાઈઝ જોવા મળ્યું છે. ઝિમ્બાબ્વેને ઐતિહાસિક સુપર-8 માં પહોંચાડનાર સિકંદર રઝા (Sikandar Raza) ને આ ડ્રીમ ટીમનો કેપ્ટન (Captain) બનાવવામાં આવ્યો છે!
- રઝાએ 165.80 ના સ્ટ્રાઈક રેટથી 206 રન બનાવ્યા અને 5 વિકેટ પણ લીધી. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવવામાં તેનો સૌથી મોટો ફાળો હતો.
- નંબર 4 પર વેસ્ટ ઇન્ડીઝના શિમરોન હેટમાયર (248 રન) ને જગ્યા મળી છે.
- ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યાના બદલે શિવમ દુબે (235 રન) અને ઈંગ્લેન્ડના વિલ જેક્સ (226 રન અને 9 વિકેટ) ની પસંદગી થઈ છે.
- જ્યારે ફ્લોટર તરીકે ભારતના અક્ષર પટેલ ને નંબર 8 પર રખાયો છે, જેણે 8 વિકેટ અને શાનદાર કેચ પકડીને ટીમને બેલેન્સ આપ્યું.
ફાસ્ટ બોલર્સ: બુમરાહની ઘાતક બોલિંગ
આ ટીમનું બોલિંગ આક્રમણ દુનિયાના કોઈ પણ બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી શકે તેવું છે.
- સાઉથ આફ્રિકાના લુંગી એન્ગિડી (12 વિકેટ, 7.19 ઈકોનોમી) અને ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝરબાની (13 વિકેટ) પેસ એટેક સંભાળશે.
- આ 11 ખેલાડીઓની યાદી પૂરી કરે છે દુનિયાનો બેસ્ટ બોલર જસપ્રીત બુમરાહ. ફાઈનલનો હીરો બુમરાહ 14 વિકેટ અને માત્ર 6.21 ના ઈકોનોમી રેટ સાથે આ ડ્રીમ ટીમનો મુખ્ય બોલર છે.
T20 વર્લ્ડ કપ 2026 ની બેસ્ટ ‘પ્લેઇંગ 11’ (Team of the Tournament):
- સંજુ સેમસન (ભારત – Wk)
- ટિમ સિફર્ટ (ન્યૂઝીલેન્ડ)
- ઈશાન કિશન (ભારત)
- શિમરોન હેટમાયર (વેસ્ટ ઇન્ડીઝ)
- સિકંદર રઝા (ઝિમ્બાબ્વે – કેપ્ટન)
- શિવમ દુબે (ભારત)
- વિલ જેક્સ (ઇંગ્લેન્ડ)
- અક્ષર પટેલ (ભારત)
- લુંગી એન્ગિડી (સાઉથ આફ્રિકા)
- બ્લેસિંગ મુઝરબાની (ઝિમ્બાબ્વે)
- જસપ્રીત બુમરાહ (ભારત)
તમારું શું માનવું છે? આ બેસ્ટ 11 ખેલાડીઓની ટીમમાં હાર્દિક પંડ્યા કે અભિષેક શર્માને સ્થાન ન મળવું એ યોગ્ય છે? નીચે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી આપો!

Urvil Ramoliya is a dedicated cricket enthusiast who closely tracks international and domestic cricket developments. With a strong passion for the game and a habit of following real-time match updates, player performances, and breaking cricket news, he shares timely and accurate cricket insights for fans. Urvil focuses on delivering quick, reliable, and easy-to-understand cricket updates so readers can stay informed about the latest happenings in the cricket world.





