Varun Aaron: કહેવાય છે કે હીરાને માત્ર ઝવેરી જ ઓળખી શકે છે. સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન પાસે અત્યારે એક એવો જ ‘ઝવેરી’ છે, જેણે શોધેલા ખેલાડીઓએ પિચ પર ઉતરતા જ મોટા-મોટા બેટ્સમેનોના પાટિયા પાડી દીધા છે. અમે વાત કરી રહ્યા છીએ સનરાઇઝર્સ હૈદરાબાદના બોલિંગ કોચ વરુણ એરોનની.
વરુણ એરોન: ટેલેન્ટના અસલી પારખુ
વરુણ એરોને આ સીઝનમાં વિદેશી સ્ટાર્સ પાછળ દોડવાને બદલે ભારતના અંતરિયાળ વિસ્તારોમાંથી એવા બોલર્સ શોધ્યા છે જે ટીમને ચેમ્પિયન બનાવવાનો દમ રાખે છે.
- પ્રફુલ્લ હિંગેની શોધ: વરુણ એરોન પ્રફુલ્લના સતત સંપર્કમાં હતો. જ્યારે પ્રફુલ્લ ઈજાને કારણે ક્રિકેટથી દૂર હતો, ત્યારે પણ વરુણે તેની ક્ષમતા પર ભરોસો રાખ્યો અને MRF ક્રિકેટ ફાઉન્ડેશનમાં તેની પાછળ સખત મહેનત કરી.
- સાકિબ હુસૈનનો ચમત્કાર: વરુણે સાકિબને ગત વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જોયો હતો. સાકિબના કોચના જણાવ્યા મુજબ, વરુણ જ્યારે કોમેન્ટ્રીમાંથી ફ્રી થતા ત્યારે મુંબઈમાં સાકિબની બોલિંગ પર કલાકો સુધી કામ કરતા હતા. રિંકુ સિંહ અને સમીર રિઝવી જેવા બેટ્સમેનો સામે સાકિબની લડત જોઈને જ વરુણે તેને ટીમમાં લેવાનો નિર્ણય કર્યો હતો.
ખુદનું કરિયર તબાહ થયું, પણ બીજા માટે વરદાન બન્યા
વરુણ એરોન ભારતનો સૌથી ફાસ્ટ બોલર ગણાતો હતો, પરંતુ તેના નસીબે સાથ ન આપ્યો.
- 8 ફ્રેક્ચર: કારકિર્દી દરમિયાન 8 ગંભીર ફ્રેક્ચરને કારણે વરુણનું ઇન્ટરનેશનલ કરિયર માત્ર 35 વર્ષની ઉંમરે જ પૂરું થઈ ગયું.
- આંકડા: તેણે ભારત માટે 18 મેચમાં 29 વિકેટ ઝડપી છે. જોકે, એક ખેલાડી તરીકે જે ન કરી શક્યા, તે અત્યારે એક કોચ તરીકે કરી બતાવ્યું છે. સાકિબના કોચ તો વરુણ એરોનને ‘ભારતના સર્વશ્રેષ્ઠ બોલિંગ કોચ’ ગણાવે છે.
હવે આગળ કોણ?
પ્રફુલ્લ અને સાકિબ પછી વરુણ એરોનના લિસ્ટમાં ઓમકાર તારમલે નામનો વધુ એક ઘાતક બોલર તૈયાર છે, જે આવનારા સમયમાં મેદાનમાં ઉતરીને તરખાટ મચાવી શકે છે. વરુણ એરોનની આ દેશી ફાસ્ટ બોલિંગ બ્રિગેડ સનરાઇઝર્સ હૈદરાબાદને બીજી વખત આઈપીએલ ટ્રોફી અપાવવા માટે સક્ષમ દેખાઈ રહી છે.

Urvil Ramoliya is a dedicated cricket enthusiast who closely tracks international and domestic cricket developments. With a strong passion for the game and a habit of following real-time match updates, player performances, and breaking cricket news, he shares timely and accurate cricket insights for fans. Urvil focuses on delivering quick, reliable, and easy-to-understand cricket updates so readers can stay informed about the latest happenings in the cricket world.





