RCB ના ‘કિંગમેકર’ એ આપ્યો ચુકાદો: કાવ્યા મારને પાકિસ્તાની ખેલાડીને ખરીદતા એન્ડી ફ્લાવરે કહી દીધી આ મોટી વાત!

SRH Owner Signs Abrar Ahmed In The Hundred

લંડન: ‘ધ હન્ડ્રેડ’ 2026 ના ઓક્શનમાં જ્યારે પાકિસ્તાની ખેલાડીઓનું નામ આવ્યું, ત્યારે સૌને એમ હતું કે IPL સાથે જોડાયેલા ભારતીય માલિકો તેમને નકારશે. પરંતુ, સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ની માલિક કાવ્યા મારને આ ધારણાઓને ખોટી સાબિત કરી અબરાર અહેમદને £190,000 (આશરે ₹2.10 કરોડ) માં પોતાની ટીમ ‘સનરાઈઝર્સ લીડ્સ’ માટે ખરીદ્યો.

કાવ્યા મારનના આ સાહસિક નિર્ણય પર હવે ડિફેન્ડિંગ આઈપીએલ ચેમ્પિયન RCB ના હેડ કોચ અને લંડન સ્પિરિટના કોચ એન્ડી ફ્લાવરની પ્રતિક્રિયા આવી છે.

“પાકિસ્તાની ખેલાડીઓની હાજરીથી ટૂર્નામેન્ટ વધુ મજબૂત બનશે” – એન્ડી ફ્લાવર

એન્ડી ફ્લાવરે કાવ્યા મારનના આ નિર્ણયને આવકારતા જણાવ્યું કે પાકિસ્તાની ખેલાડીઓની પ્રતિભા વિવાદોથી પર છે. તેમણે એક બ્રિટિશ સ્પોર્ટ્સ પ્લેટફોર્મ સાથે વાત કરતા કહ્યું:

“તે ખરેખર સારી બાબત છે કે ઉસ્માન તારિક અને ત્યારબાદ અબરાર અહેમદને સનરાઈઝર્સ લીડ્સ દ્વારા સાઈન કરવામાં આવ્યા. આ ટૂર્નામેન્ટ માટે ખૂબ જ પોઝિટિવ છે. પાકિસ્તાની ખેલાડીઓ અત્યંત પ્રતિભાશાળી હોય છે અને અમે ઈચ્છીએ છીએ કે પસંદગીની પ્રક્રિયા ન્યાયી અને સમાન રહે. આ તેની શ્રેષ્ઠ સાબિતી છે. મને આખી પ્રક્રિયા જોવાની મજા આવી.”

નોંધનીય છે કે ઓક્શનમાં હારિસ રઉફ, શાદાબ ખાન અને સાઈમ અયુબ જેવા મોટા નામો ‘અનસોલ્ડ’ રહ્યા હતા, પરંતુ અબરાર અહેમદ અને ઉસ્માન તારિક (બર્મિંગહામ ફોનિક્સ – £140,000) પોતાની બોલિંગ પ્રતિભાને કારણે ખરીદદારો મેળવવામાં સફળ રહ્યા હતા.

IPL 2026 ની શરૂઆતમાં જ જામશે જંગ: RCB vs SRH

રસપ્રદ વાત એ છે કે, જે ટીમોના માલિકો અને કોચ વચ્ચે અત્યારે ‘ધ હન્ડ્રેડ’ ને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, તે જ બે ટીમો આઈપીએલ 2026 ના ઉદ્ઘાટન મુકાબલામાં સામસામે ટકરાશે.

BCCI ના નવા શેડ્યૂલ મુજબ, 28 માર્ચ ના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB અને SRH વચ્ચે IPL 2026 ની ઓપનિંગ મેચ રમાશે. સામાન્ય રીતે ગત સીઝનના ફાઈનલિસ્ટ રમે છે, પરંતુ આ વખતે PBKS ને બદલે SRH ને RCB સામે ઉતારવામાં આવ્યું છે, જે ફેન્સ માટે હાઈ-વોલ્ટેજ ડ્રામા સમાન હશે.

Leave a Comment