“ગૌતમ ગંભીરને હટાવશો તો પસ્તાશો!”: ‘સિલેક્ટર્સ અને કોમેન્ટેટર્સ ગંભીરના દુશ્મન, પણ તેની વગર ટીમ બરબાદ થઈ જશે’ Gautam Gambhir New Controversy

munaf-patel-warns-bcci-over-gautam-gambhir

Gautam Gambhir BCCI enemies: ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અત્યારે બેવડી તલવાર પર ચાલી રહ્યા હોય તેવી સ્થિતિ છે. એક તરફ તેમની આગેવાનીમાં ભારતે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી, 2025 એશિયા કપ અને 2026 T20 વર્લ્ડ કપ જેવી ત્રણ મોટી ટ્રોફી જીતી છે, તો બીજી તરફ ટેસ્ટ ક્રિકેટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સ્થિતિમાં મુનાફ પટેલે ગંભીરના સમર્થનમાં ઉતરીને બોર્ડ અને સિલેક્ટર્સ સામે સવાલો ઉઠાવ્યા છે.

મુનાફ પટેલના 3 સૌથી મોટા અને ચોંકાવનારા દાવા

1. “BCCI માં ગંભીરના અનેક દુશ્મનો છે” મુનાફ પટેલે ‘બોમ્બે સ્પોર્ટ એક્સચેન્જ’ પોડકાસ્ટમાં દાવો કર્યો કે ગૌતમ ગંભીર માત્ર બહારથી જ નહીં પણ બોર્ડની અંદરથી પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. મુનાફના મતે, 80% સિલેક્ટર્સ અને કોમેન્ટ્રી પેનલના મોટાભાગના દિગ્ગજો ગંભીરને પસંદ કરતા નથી કારણ કે તે સ્પષ્ટવક્તા છે.

2. “વિરાટ કે રોહિતને ‘ના’ કહેવાની હિંમત કોનામાં છે?” મુનાફે ગંભીરના મેન-મેનેજમેન્ટના વખાણ કરતા કહ્યું કે, “વિરાટ કોહલી કે રોહિત શર્મા જેવા મોટા સ્ટાર્સને જરૂર પડ્યે ‘ના’ કહેવાની હિંમત માત્ર ગંભીરમાં છે. જો તેમને હટાવવામાં આવશે, તો ટીમમાં શિસ્ત જાળવવી અશક્ય બની જશે. શું બોર્ડ પાસે એવો કોઈ બીજો વ્યક્તિ છે જે આટલા મોટા ખેલાડીઓ સામે આંખ મિલાવી શકે?”

3. “કોચ મિત્ર ન હોઈ શકે, ટીમમાં ડર હોવો જરૂરી છે” મુનાફનું માનવું છે કે કોચ જો ખેલાડીઓનો મિત્ર બની જાય તો આખી સિસ્ટમ બગડી જાય છે. ગંભીરે વિદેશી પ્રવાસોમાં ફેમિલી પોલિસી જેવા કડક પ્રોટોકોલ લાગુ કર્યા છે તે ટીમના હિતમાં છે. ખેલાડીઓમાં કોચનો થોડો ડર અને ઘણું સન્માન હોવું જરૂરી છે.

ટેસ્ટમાં હાર માટે શું ગંભીર જવાબદાર છે?

ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે મળેલી કારમી હાર બાદ ગંભીર પર માછલા ધોવાઈ રહ્યા છે. કેટલાક એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે ગંભીર સિનિયરોને નિવૃત્તિ માટે દબાણ કરી રહ્યા છે. જોકે, મુનાફ કહે છે કે હાર માટે માત્ર કોચને જવાબદાર ઠેરવી શકાય નહીં, કારણ કે વ્હાઇટ બોલ ક્રિકેટમાં તેની સફળતા અભૂતપૂર્વ છે.

શું છે ગંભીરનું ભવિષ્ય?

ગૌતમ ગંભીરનો કોન્ટ્રાક્ટ 2027 ના વનડે વર્લ્ડ કપ સુધીનો છે. અત્યારે બીસીસીઆઈ દ્વિધામાં છે કે ટેસ્ટના પરિણામો જોવા કે ગંભીરે જીતાડેલી ટ્રોફીઓ. પરંતુ મુનાફ પટેલની ચેતવણી બાદ બોર્ડ માટે તેને હટાવવાનો નિર્ણય વધુ જટિલ બની શકે છે.

Leave a Comment