IPL 2026 Flop Players: આઈપીએલની મિની હરાજીમાં ટીમોએ વિદેશી ખેલાડીઓ પર જે ભરોસો મૂક્યો હતો, તે અત્યારે તૂટતો જણાય છે. ખાસ કરીને KKR જેવી ટીમોએ પાણીની જેમ પૈસા વહાવ્યા છે, પણ વળતરમાં માત્ર નિરાશા મળી છે. આવો જોઈએ આ સીઝનના 5 સૌથી મોંઘા ‘ફ્લોપ’ ખેલાડીઓ:
“નામ મોટા અને દર્શન નાના”
.ipl-table { width: 100%; border-collapse: collapse; font-size: 14px; } .ipl-table th, .ipl-table td { border: 1px solid #ddd; padding: 8px; text-align: left; } .ipl-table th { background-color: #f5f5f5; } @media (max-width: 600px) { .ipl-table { font-size: 12px; } }| # | ખેલાડી | ટીમ | કિંમત | મેચ | પ્રદર્શન |
|---|---|---|---|---|---|
| 1 | કેમેરોન ગ્રીન | KKR | ₹25.20Cr | – | નબળું |
| 2 | નિકોલસ પૂરન | LSG | ₹21Cr | 5 | 42 રન |
| 3 | લિયામ લિવિંગસ્ટોન | SRH | ₹13Cr | 1 | 14 રન |
| 4 | રાશિદ ખાન | GT | ₹18Cr | 4 | 5W / 24R |
| 5 | ટ્રિસ્ટન સ્ટબ્સ | DC | ₹10Cr | 4 | 109 રન |
1. કેમેરોન ગ્રીન (KKR) – ₹25.20 કરોડ
આ યાદીમાં સૌથી મોટું નામ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનનું છે. KKR એ તેને ₹25.20 કરોડ જેવી ઐતિહાસિક રકમમાં ખરીદ્યો હતો. પરંતુ મેદાન પર તેનો પ્રભાવ અત્યાર સુધી ‘ઝીરો’ રહ્યો છે. ન તો તે બેટિંગમાં રન બનાવી રહ્યો છે કે ન તો બોલિંગમાં વિકેટ લઈ રહ્યો છે. આટલી મોટી રકમ સામે તેનું પ્રદર્શન ટીમ માટે ચિંતાનો વિષય છે.
2. નિકોલસ પૂરન (LSG) – ₹21 કરોડ
લખનૌ સુપર જાયન્ટ્સે પૂરનને ₹21 કરોડ માં રિટેન કર્યો હતો. વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો પૂરન આ સીઝનમાં સાવ ફિક્કો જણાય છે. બેટિંગ ક્રમમાં વારંવાર થતા ફેરફારોને કારણે તે લય મેળવી શક્યો નથી અને 5 મેચમાં માત્ર 42 રન જ બનાવી શક્યો છે.
3. રાશિદ ખાન (Gujarat Titans) – ₹18 કરોડ
ગુજરાત ટાઇટન્સના વાઇસ-કેપ્ટન અને દુનિયાના શ્રેષ્ઠ સ્પિનર ગણાતા રાશિદ ખાન પણ આ સીઝનમાં સંઘર્ષ કરી રહ્યા છે. ગુજરાત દ્વારા ₹18 કરોડ માં રિટેન કરાયેલા રાશિદે 4 મેચમાં માત્ર 5 વિકેટ લીધી છે અને બેટિંગમાં પણ માત્ર 24 રનનું જ યોગદાન આપ્યું છે. રાશિદનો જાદુ ન ચાલવો તે ગુજરાતની હારનું મુખ્ય કારણ બની રહ્યું છે.
4. લિયામ લિવિંગસ્ટોન (SRH) – ₹13 કરોડ
સનરાઇઝર્સ હૈદરાબાદે લિવિંગસ્ટોન પર ₹13 કરોડ નો દાવ લગાવ્યો હતો. જોકે, આ ખેલાડી અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી શક્યો છે અને તેમાં પણ માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની વિસ્ફોટક શૈલી માટે જાણીતો લિવિંગસ્ટોન હજુ સુધી પોતાની છાપ છોડી શક્યો નથી.
5. ટ્રિસ્ટન સ્ટબ્સ (Delhi Capitals) – ₹10 કરોડ
દક્ષિણ આફ્રિકાના આ યુવા ખેલાડીને દિલ્હીએ ફિનિશર તરીકે ₹10 કરોડ માં જાળવી રાખ્યો હતો. જોકે, સ્ટબ્સે 4 મેચમાં 109 રન બનાવ્યા છે, પણ જે આક્રમકતા અને ફિનિશિંગ ટચની ટીમની અપેક્ષા હતી, તે હજુ સુધી જોવા મળ્યો નથી.
શું હજુ કમબેક શક્ય છે?
- IPL હજુ લાંબો છે, અને એક જ મેચ ખેલાડીની છબી બદલી શકે છે.
- આ ખેલાડીઓ પાસે હજુ તક છે કે તેઓ પોતાનો ફોર્મ પાછો મેળવે.

Urvil Ramoliya is a dedicated cricket enthusiast who closely tracks international and domestic cricket developments. With a strong passion for the game and a habit of following real-time match updates, player performances, and breaking cricket news, he shares timely and accurate cricket insights for fans. Urvil focuses on delivering quick, reliable, and easy-to-understand cricket updates so readers can stay informed about the latest happenings in the cricket world.




