આકાશ ચોપરાની મોટી ભવિષ્યવાણી! સંજુ સેમસન અને બુમરાહ મચાવશે ધૂમ, જાણો કઈ ટીમ બનશે IPL 2026 ની ચેમ્પિયન

aakash-chopra-ipl-2026-predictions-orange-purple-cap-winner

નવી દિલ્હી: વર્લ્ડ કપના વિજય બાદ હવે ખેલાડીઓ IPL ના મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ઇન્સ્ટાગ્રામ પર CREX સાથેની વાતચીતમાં આકાશ ચોપરાએ ‘રેપિડ-ફાયર’ રાઉન્ડ દરમિયાન પોતાની પસંદગી જાહેર કરી છે. તેમણે ખાસ કરીને એવા ખેલાડીઓ પર ભરોસો મૂક્યો છે જેઓ તાજેતરમાં વર્લ્ડ કપ જીતીને આવ્યા છે.

ઓરેન્જ અને પર્પલ કેપના વિજેતા કોણ?

જ્યારે આકાશ ચોપરાને પૂછવામાં આવ્યું કે આ સીઝનમાં સૌથી વધુ રન કોણ બનાવશે, ત્યારે તેમણે કોઈ પણ ખચકાટ વિના સંજુ સેમસન (CSK) નું નામ લીધું.

  • સંજુ સેમસન અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેણે ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં 46 બોલમાં 89 રન ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો અને તે ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ પણ રહ્યો હતો.

પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ) માટે તેમણે મુંબઈ ઈન્ડિયન્સના દિગ્ગજ જસપ્રીત બુમરાહ પર પસંદગી ઉતારી છે. બુમરાહે વર્લ્ડ કપમાં 14 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો અને તે જ લય આઈપીએલમાં પણ જાળવી રાખશે તેમ મનાય છે.

આ ટીમ જીતશે IPL 2026 ની ટ્રોફી

આકાશ ચોપરાએ પ્લેઓફમાં પહોંચનારી ચાર ટીમોના નામ પણ આપ્યા છે:

  1. મુંબઈ ઈન્ડિયન્સ (MI)
  2. દિલ્હી કેપિટલ્સ (DC)
  3. પંજાબ કિંગ્સ (PBKS)
  4. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) – ડિફેન્ડિંગ ચેમ્પિયન

ચોંકાવનારી વાત એ છે કે ચોપરાએ દિલ્હી કેપિટલ્સ (DC) ને આ વર્ષે ટ્રોફી જીતવા માટે ફેવરિટ ગણાવી છે. તેમણે માન્યું છે કે દિલ્હી આ વખતે પોતાનો દુષ્કાળ ખતમ કરીને આઈપીએલ ચેમ્પિયન બનશે.

અન્ય મહત્વની ભવિષ્યવાણી

  • ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન: આ એવોર્ડ માટે તેમણે રાજસ્થાન રોયલ્સના 14 વર્ષીય બેટિંગ સેન્સેશન વૈભવ સૂર્યવંશીનું નામ આપ્યું છે. વૈભવે તાજેતરમાં જ ભારતને U19 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

Leave a Comment