CSK IPL 2026 Schedule: રુતુરાજની સેનામાં સંજુ સેમસનની એન્ટ્રી! જુઓ ચેન્નઈ સુપર કિંગ્સનું સંપૂર્ણ શેડ્યૂલ અને ‘Full Squad’

csk-ipl-2026-schedule-fixtures-full-squad

ચેન્નઈ: આઈપીએલ 2026 ના પ્રથમ તબક્કાના શેડ્યૂલની જાહેરાત થઈ ચૂકી છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) પોતાનું નવું અભિયાન 30 માર્ચથી શરૂ કરશે. રુતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ટીમ આ વખતે ગત સીઝનની નિષ્ફળતા ભૂલીને ફરી એકવાર ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે.

પ્રથમ તબક્કામાં 12 એપ્રિલ સુધી કુલ 20 મેચો રમાશે, જેમાંથી CSK ભાગે 4 હાઈ-વોલ્ટેજ મેચો આવી છે.

CSK IPL 2026 શેડ્યૂલ (પ્રથમ તબક્કો)

CSK માટે રાહતના સમાચાર એ છે કે શરૂઆતની 4 મેચોમાંથી 2 મેચ તેઓ પોતાના હોમ ગ્રાઉન્ડ ‘ચેપોક’ પર રમશે અને તમામ મેચો સાંજના સમયે રમાશે.

મેચ નં.મુકાબલો (Teams)તારીખ અને સમય (IST)મેદાન (Venue)
No. 3CSK vs Rajasthan Royals30 માર્ચ, સાંજે 7:30 વાગ્યેગુવાહાટી
No. 7CSK vs Punjab Kings3 એપ્રિલ, સાંજે 7:30 વાગ્યેચેન્નઈ (Home)
No. 11CSK vs RCB5 એપ્રિલ, સાંજે 7:30 વાગ્યેબેંગલુરુ
No. 18CSK vs Delhi Capitals11 એપ્રિલ, સાંજે 7:30 વાગ્યેચેન્નઈ (Home)

CSK ઓક્શન અને ટ્રેડ રિવ્યૂ: સૌથી મોટો ફેરફાર

CSK એ આ વર્ષે હરાજી અને ટ્રેડિંગમાં સૌને ચોંકાવી દીધા છે:

  • ઐતિહાસિક ટ્રેડ: CSK એ રાજસ્થાન રોયલ્સ પાસેથી સ્ટાર ખેલાડી સંજુ સેમસન ને પોતાની ટીમમાં લીધો છે. બદલામાં રવિન્દ્ર જાડેજા અને સેમ કરનને રાજસ્થાનમાં ટ્રેડ કરવામાં આવ્યા છે.
  • ઘરેલું ટેલેન્ટ પર દાવ: ટીમે પ્રશાંત વીર અને કાર્તિક શર્મા નામના બે યુવા ભારતીય ખેલાડીઓ પાછળ ₹14.20 – 14.20 કરોડ ખર્ચીને મોટો જુગાર રમ્યો છે.
  • નવી બોલિંગ તાકાત: આર. અશ્વિનની નિવૃત્તિ બાદ ટીમે સ્પિન વિભાગમાં અકીલ હુસૈન અને રાહુલ ચાહરને સામેલ કર્યા છે. ફાસ્ટ બોલિંગમાં મેટ હેનરી અને ઝાકરી ફોલ્કસને સ્થાન મળ્યું છે.
  • મહત્વના નામ: સરફરાઝ ખાન અને મેથ્યુ શોર્ટ (1.50 કરોડ) જેવા ખેલાડીઓ મિડલ ઓર્ડરને મજબૂત કરશે.

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Full Squad 2026

બેટ્સમેન અને વિકેટકીપર્સ: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), એમ.એસ. ધોની, સંજુ સેમસન, આયુષ મ્હાત્રે, ડેવાલ્ડ બ્રેવિસ, ઉર્વીલ પટેલ, સરફરાઝ ખાન.

ઓલરાઉન્ડર્સ: શિવમ દુબે, જેમી ઓવરટન, મેથ્યુ શોર્ટ, પ્રશાંત વીર, અમન ખાન, રામકૃષ્ણ ઘોષ.

બોલર્સ: નૂર અહેમદ, ખલીલ અહેમદ, મેટ હેનરી, રાહુલ ચાહર, અકીલ હુસૈન, મુકેશ ચૌધરી, નાથન એલિસ, અંશુલ કંબોજ, ગુરજપનીત સિંહ, શ્રેયસ ગોપાલ, કાર્તિક શર્મા, ઝાક ફોલ્કસ.

Leave a Comment