ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલ 2026 માં નવા ઉત્સાહ અને નવી સ્ક્વોડ સાથે ઉતરી રહી છે. પ્રથમ તબક્કાના શેડ્યૂલ મુજબ, CSK પોતાની બે મહત્વની હોમ મેચો પંજાબ કિંગ્સ (3 એપ્રિલ) અને દિલ્હી કેપિટલ્સ (11 એપ્રિલ) સામે ચેપોકમાં રમશે.
ચેપોક સ્ટેડિયમમાં CSK નો એકંદર રેકોર્ડ
| વિગત | આંકડા |
| કુલ રમાયેલી મેચ | 77 |
| જીત | 51 |
| હાર | 25 |
| ટાઈ/કોઈ પરિણામ નહીં | 1/0 |
ચેપોકમાં ચેન્નઈના ‘મહારથીઓ’ (રેકોર્ડ્સ)
- સૌથી વધુ રન: એમ.એસ. ધોની. પૂર્વ કેપ્ટને 75 મેચમાં 40.71 ની સરેરાશ અને 144.3 ના સ્ટ્રાઈક રેટથી 1547 રન બનાવ્યા છે.
- સૌથી વધુ વિકેટ: રવિચંદ્રન અશ્વિન. તેણે 41 મેચમાં 6.23 ના ઈકોનોમી રેટથી 45 વિકેટ ઝડપી છે.
- સૌથી વધુ વ્યક્તિગત સ્કોર: રુતુરાજ ગાયકવાડ. તેણે IPL 2024 માં લખનૌ (LSG) સામે 108 (60 બોલ)* રન બનાવ્યા હતા.
- શ્રેષ્ઠ બોલિંગ ફિગર: લક્ષ્મીપતિ બાલાજી. તેણે પંજાબ સામે 5/24 વિકેટ ઝડપી હતી.
- સૌથી વધુ કેચ: સુરેશ રૈના. ‘મિસ્ટર આઈપીએલ’ એ 56 મેચમાં 26 કેચ પકડ્યા છે.
- સૌથી મોટી ભાગીદારી: 159 રન (માઈકલ હસી અને મુરલી વિજય વચ્ચે).
વિવિધ ટીમો સામે ચેપોકમાં CSK નો વિજય દર
| વિરોધી ટીમ | રમાયેલી મેચ | જીત | હાર |
| KKR | 12 | 8 | 4 |
| RCB | 10 | 8 | 2 |
| રાજસ્થાન રોયલ્સ | 9 | 7 | 2 |
| મુંબઈ ઈન્ડિયન્સ | 9 | 4 | 5 |
| પંજાબ કિંગ્સ | 9 | 4 | 4 |
| સનરાઈઝર્સ હૈદરાબાદ | 6 | 5 | 1 |
| ગુજરાત ટાઇટન્સ | 2 | 2 | 0 |
IPL 2026: પ્રથમ તબક્કાનું શિડ્યૂલ (CSK)
- 30 માર્ચ: vs રાજસ્થાન રોયલ્સ (ગુવાહાટી) – રાત્રે 7.30
- 3 એપ્રિલ: vs પંજાબ કિંગ્સ (ચેન્નઈ) – રાત્રે 7.30
- 5 એપ્રિલ: vs RCB (બેંગલુરુ) – રાત્રે 7.30
- 11 એપ્રિલ: vs દિલ્હી કેપિટલ્સ (ચેન્નઈ) – રાત્રે 7.30

Urvil Ramoliya is a dedicated cricket enthusiast who closely tracks international and domestic cricket developments. With a strong passion for the game and a habit of following real-time match updates, player performances, and breaking cricket news, he shares timely and accurate cricket insights for fans. Urvil focuses on delivering quick, reliable, and easy-to-understand cricket updates so readers can stay informed about the latest happenings in the cricket world.





