ધોનીની નિવૃત્તિ નક્કી? પૂર્વ સાથી ખેલાડી ઇરફાન પઠાણે આપ્યા મોટા સંકેત, IPL 2026 હોઈ શકે છે ‘છેલ્લો ડાન્સ’!

ms-dhoni-ipl-retirement-prediction-irfan-pathan-csk-2026

ચેન્નઈ: આઈપીએલ 2026 ના રોમાંચની શરૂઆત આડે હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે દુનિયાભરના ફેન્સની નજર એક જ વ્યક્તિ પર છે – મહેન્દ્ર સિંહ ધોની. દરમિયાન, ભારતના પૂર્વ ઓલરાઉન્ડર અને CSK માં ધોની સાથે રમી ચૂકેલા ઇરફાન પઠાણે ધોનીની નિવૃત્તિને લઈને એક સનસનીખેજ ટિપ્પણી કરી છે.

“ધોની વગર CSK અધૂરી છે” – ઇરફાન પઠાણ

ઇરફાન પઠાણે JioHotstar પર વાત કરતા જણાવ્યું હતું કે આ સીઝન કદાચ ધોનીને પીળી જર્સીમાં જોવાની છેલ્લી તક હોઈ શકે છે. પઠાણે કહ્યું:

“એમ.એસ. ધોની વિના CSK અધૂરી છે. આ સીઝન કદાચ છેલ્લી વાર હશે જ્યારે આપણે તેને પીળી જર્સીમાં જોઈશું. ધોની વગર CSK અને IPL ની કલ્પના કરવી મુશ્કેલ છે. આ સીઝનમાં તે ટીમને સાથે રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. મને ખાતરી નથી કે તે કેટલી મેચો રમશે, પરંતુ ડ્રેસિંગ રૂમમાં તેની હાજરી જ ટીમ માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.”

5000 રનનો ઐતિહાસિક રેકોર્ડ તોડવાની તક

ધોનીએ અત્યાર સુધી ચેન્નઈ સુપર કિંગ્સ માટે 39.23 ની સરેરાશ અને 139.12 ના સ્ટ્રાઈક રેટથી 4865 રન બનાવ્યા છે. જો આ સીઝનમાં ધોની વધુ 135 રન બનાવશે, તો તે CSK માટે 5000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બનીને ઇતિહાસ રચશે.

CSK નું શેડ્યૂલ અને વાપસીનો પડકાર

ગત સીઝન (IPL 2025) ચેન્નઈ માટે દુઃસ્વપ્ન જેવી રહી હતી, જેમાં ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી. રુતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ટીમ આ વખતે મજબૂત વાપસી કરવા માંગશે.

CSK ની પ્રથમ ચાર મેચો:

  • 30 માર્ચ: વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ (સીઝનની પ્રથમ મેચ)
  • ત્યારબાદની ટક્કર: પંજાબ કિંગ્સ, RCB અને દિલ્હી કેપિટલ્સ સામે થશે.

Leave a Comment