મુકુલ ચૌધરીની આઈપીએલ પ્રાઈસ: ઓક્શનમાં મુંબઈ અને રાજસ્થાન વચ્ચે જામ્યો હતો જંગ, જાણો લખનૌએ કેટલા કરોડમાં ખરીદ્યો આ ફિનિશરને

mukul-choudhary-ipl-auction-price-teams-bidding-war-lsg-finisher

ઈડન ગાર્ડન્સમાં રમાયેલી 15મી મેચમાં KKR ના 181 રનના ટાર્ગેટ સામે લખનૌનો મિડલ ઓર્ડર તૂટી પડ્યો હતો. મિશેલ માર્શ (15), એડન માર્કરામ (22), કેપ્ટન ઋષભ પંત અને નિકોલસ પૂરન જલ્દી આઉટ થઈ ગયા હતા. આવી મુશ્કેલ સ્થિતિમાં મુકુલ ચૌધરીએ ફિનિશરની ભૂમિકા ભજવી છેલ્લા બોલે ટીમને જીત અપાવી હતી.

મુકુલ ચૌધરીની આઈપીએલ ઓક્શન પ્રાઈસ

મુકુલ ચૌધરીની આઈપીએલ ઓક્શન કિંમત ₹2.60 કરોડ છે. સંજીવ ગોએન્કાની માલિકીની લખનૌ સુપર જાયન્ટ્સે (LSG) તેને આઈપીએલ 2026 ના ઓક્શનમાં ખરીદ્યો હતો.

ઓક્શનમાં કઈ ટીમો વચ્ચે થઈ હતી લડાઈ?

મુકુલ ચૌધરીએ પોતાની બેઝ પ્રાઈસ માત્ર ₹30 લાખ રાખી હતી. ઘરેલું ક્રિકેટ અને ખાસ કરીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT 2025) માં રાજસ્થાન માટે તેણે 198.85 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હોવાથી ઘણી ફ્રેન્ચાઈઝીની નજર તેના પર હતી.

  1. રાજસ્થાન રોયલ્સ (RR): મુકુલની હોમ ફ્રેન્ચાઈઝી રાજસ્થાને ₹30 લાખની બેઝ પ્રાઈસ સાથે બિડિંગની શરૂઆત કરી હતી.
  2. મુંબઈ ઈન્ડિયન્સ (MI): પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે પણ આ યુવા ખેલાડીમાં રસ દાખવ્યો હતો અને કિંમત ₹95 લાખ સુધી પહોંચાડી દીધી હતી. જોકે, ત્યારબાદ મુંબઈ રેસમાંથી બહાર નીકળી ગયું હતું.
  3. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG): મુંબઈ બહાર થયા બાદ લખનૌએ એન્ટ્રી કરી અને રાજસ્થાન રોયલ્સને પછાડીને અંતે ₹2.60 કરોડ માં મુકુલને પોતાની ટીમમાં સામેલ કર્યો.

પોઈન્ટ ટેબલ અને આગામી મેચ

આ જીત બાદ લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. હવે ઋષભ પંતની સેના 12 એપ્રિલના રોજ લખનૌના એકાના સ્ટેડિયમમાં શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે.

Leave a Comment