RCB અને SRH એલર્ટ પર! શ્રીલંકાના 7 ખેલાડીઓની થવાની છે ફિટનેસ ટેસ્ટ, ફેલ થયા તો IPL 2026 માં રમવા પર લાગશે બ્રેક

rcb-srh-on-high-alert-sri-lanka-players-fitness-tests-ipl-2026

કોલંબો: 28 માર્ચના રોજ રમાનારી IPL 2026 ની ઓપનિંગ મેચમાં RCB અને SRH આમને-સામને ટકરાશે. પરંતુ આ બંને ટીમો અત્યારે શ્રીલંકાથી આવતા સમાચારને લઈને ફાળ પડી છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે (SLC) સાફ કરી દીધું છે કે જે સાત ખેલાડીઓ IPL માં રમવા જવાના છે, તેમણે પહેલા ફિટનેસ ટેસ્ટ આપવી પડશે અને તેના રિપોર્ટ બાદ જ તેમને NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપવામાં આવશે.

કયા ખેલાડીઓ પર છે જોખમ?

આગામી મંગળવાર અને બુધવારે શ્રીલંકામાં આ ફિટનેસ ટેસ્ટ યોજાશે. ખાસ કરીને એવા ખેલાડીઓ પર નજર રહેશે જેઓ તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા:

  • RCB માટે: નુવાન થુશારા (Nuwan Thushara) ઈજાગ્રસ્ત હોવાથી બેંગલુરુના ફેન્સ ચિંતામાં છે.
  • SRH માટે: એહસાન મલિંગા અને કામિન્દુ મેન્ડિસ (Kamindu Mendis) ની ફિટનેસ હજુ પ્રશ્નાર્થ છે.
  • અન્ય ટીમો: મથીશા પથિરાના (KKR), વાનિન્દુ હસરંગા (LSG), અને દિલ્હી કેપિટલ્સના દુષ્મંથા ચમીરા તથા પથુમ નિસાંકા પણ આ ટેસ્ટ આપશે.
  • પથિરાના અને હસરંગા પર ખાસ નજર

શ્રીલંકાના સ્ટાર ફાસ્ટ બોલર મથીશા પથિરાના વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જોકે અહેવાલો મુજબ તેની વાપસી ફાઈનલ મનાઈ રહી છે. બીજી તરફ, વાનિન્દુ હસરંગા વર્લ્ડ કપની પહેલી મેચ બાદ જ બહાર થઈ ગયો હતો. જો આ ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જશે, તો તેમની ફ્રેન્ચાઈઝીઓએ છેલ્લા સમયે રિપ્લેસમેન્ટ શોધવા પડશે.

ફ્રેન્ચાઈઝીઓ શું કહી રહી છે?

Cricbuzz ના અહેવાલ મુજબ, વિવિધ IPL ફ્રેન્ચાઈઝીના અધિકારીઓએ જણાવ્યું છે કે, “સોમવાર અને મંગળવારે (અથવા મંગળ-બુધ) SLC દ્વારા ફિટનેસ ટેસ્ટ નિર્ધારિત કરવામાં આવી છે. તે ટેસ્ટ પૂરી થયા પછી જ અમને ખેલાડીઓની ચોક્કસ સ્થિતિ વિશે ખબર પડશે.”

Leave a Comment