“હું મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશ!” સંજુ સેમસને CSK માં જોડાતા જ રાજસ્થાન રોયલ્સને આપી ખુલ્લી ચેતવણી, ધોની વિશે કહી મોટી વાત

sanju-samson-warns-rajasthan-royals-csk-pledge-ipl-2026

તિરુવનંતપુરમ: આઈપીએલ 2026 ના પ્રારંભ પહેલા ક્રિકેટ જગતમાં ગરમાવો આવી ગયો છે. વર્ષ 2021 થી 2025 સુધી રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરનાર સંજુ સેમસન હવે તેની જૂની ટીમ સામે જ મેદાનમાં ઉતરશે. એક ચોંકાવનારા ટ્રેડમાં રાજસ્થાને સેમ કરન અને રવીન્દ્ર જાડેજાને મેળવવા માટે સંજુને CSK માં મોકલી દીધો છે.

“લાણી-લાણી” ભાવના નહીં, મેદાન પર હશે જંગ!

તિરુવનંતપુરમમાં મીડિયા સાથે વાત કરતા સંજુએ સ્પષ્ટ કર્યું કે તે મેદાન પર ભાવુક નહીં થાય. તેણે કહ્યું:

“આ પહેલીવાર હશે જ્યારે હું રાજસ્થાન રોયલ્સ સામે રમીશ, પણ હું લાગણીઓને મારા પર હાવી થવા દઈશ નહીં. મેં રાજસ્થાન રોયલ્સ છોડ્યું કારણ કે મને લાગ્યું કે ટીમમાં મારો સમય પૂરો થઈ ગયો છે. હવે જો અમે તેમની સામે ટકરાઈશું, તો પણ હું મારું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમીશ.”

સંજુએ રાજસ્થાન માટે 4027 રન બનાવ્યા છે અને તે શેન વોર્ન પછી ટીમને ફાઈનલ સુધી લઈ જનાર બીજો કેપ્ટન હતો. હવે તેની જગ્યાએ રિયાન પરાગને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ધોની પાસેથી શીખવા માટે આતુર સંજુ

સંજુ સેમસને ખુલાસો કર્યો કે તેણે IPL 2026 પહેલા એમ.એસ. ધોની સાથે ફોન પર વાત કરી હતી. તેણે કહ્યું:

“હું CSK નો ભાગ બનીને ખરેખર ઉત્સાહિત છું. મેં ધોની ભાઈ સાથે વાત કરી છે. ભારતીય ટીમમાં મેં તેમની સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો છે, પરંતુ આ વખતે હું બે મહિના તેમની સાથે વિતાવીશ. તેમને નજીકથી નિહાળવા અને તેમની પાસેથી શીખવાની આ એક મોટી તક છે.”

CSK માં કયા નંબરે બેટિંગ કરશે સંજુ?

ગયા વર્ષે ચેન્નઈનો ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો, તેથી આ વખતે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ડેવોન કોનવે અને રચિન રવીન્દ્રની વિદાય બાદ, કેપ્ટન રુતુરાજ ગાયકવાડ યુવા આયુષ મ્હાત્રે સાથે ઓપનિંગ કરી શકે છે. આ સ્થિતિમાં સંજુ સેમસન નંબર 3 પર બેટિંગ કરવા આવશે, જે તેનું ફેવરિટ સ્થાન છે.

Leave a Comment