ઉસામા મીરનો તરખાટ! રાજસ્થાન રોયલ્સના સોહેલ તનવીરનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, પાકિસ્તાન ક્રિકેટમાં સર્જાયો ઇતિહાસ

usama-mir-breaks-sohail-tanvir-rajasthan-royals-t20-record

પેશાવર: પાકિસ્તાનના નેશનલ T20 કપ 2026માં ગુરુવાર, 12 માર્ચના રોજ એક મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. સિયાલકોટ રિજનના કેપ્ટન અને લેગ સ્પિનર ઉસામા મીરે લાહોર રિજન બ્લૂઝ સામે રમાયેલી મેચમાં માત્ર 3.2 ઓવરમાં 8 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ મેજિકલ સ્પેલ સાથે તે પાકિસ્તાન તરફથી T20 ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર્સ નોંધાવનાર ખેલાડી બની ગયો છે.

સોહેલ તનવીરનો ‘IPL 2008’ નો રેકોર્ડ તૂટ્યો

ઉસામા મીરે આ પ્રદર્શન સાથે સોહેલ તનવીરનો એ આઈકોનિક રેકોર્ડ તોડી નાખ્યો છે જે તેણે IPL ની પ્રથમ સીઝન (2008) માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા CSK સામે બનાવ્યો હતો.

T20 માં પાકિસ્તાની બોલરોનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન:

  1. ઉસામા મીર: 6/8 (વિરુદ્ધ લાહોર બ્લૂઝ, 2026) 🆕
  2. સોહેલ તનવીર: 6/14 (રાજસ્થાન રોયલ્સ વિ. CSK, 2008)
  3. મોહમ્મદ ઈમરાન: 6/16 (વિરુદ્ધ રાવલપિંડી, 2023)
  4. મોહમ્મદ આમિર: 6/17 (ખુલના ટાઈગર્સ વિ. રાજશાહી, 2020)
  5. ફહીમ અશરફ: 6/19 (ઈસ્લામાબાદ યુનાઈટેડ વિ. લાહોર, 2019)

મેચનો અહેવાલ: સિયાલકોટની ભવ્ય જીત

ઈમરાન ખાન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સિયાલકોટ રિજને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 210-4 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. અબ્દુલ્લા શફીકે 31 બોલમાં 57 રન અને અહસાન હાફીઝે માત્ર 17 બોલમાં તોફાની 47* રન ફટકાર્યા હતા.

જવાબમાં, ઉસામા મીરની કાતિલ બોલિંગ સામે લાહોર રિજન બ્લૂઝની ટીમ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ અને માત્ર 100 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ. સિયાલકોટે આ મેચ 110 રનથી જીતી લીધી હતી.

શાનદાર ફોર્મ છતાં નેશનલ ટીમમાં સ્થાન નહીં

ઉસામા મીર સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો હોવા છતાં પાકિસ્તાની નેશનલ ટીમ તેને અવગણી રહી હોય તેવું લાગે છે. 30 વર્ષીય મીરે અત્યાર સુધી પાકિસ્તાન માટે 12 ODI અને 5 T20I મેચ રમી છે, જેમાં તેણે કુલ 20 વિકેટ ઝડપી છે. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ એપ્રિલ 2024માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.

Leave a Comment