બેંગલુરુ: મોહમ્મદ સિરાજ અને વિરાટ કોહલી વચ્ચેના સંબંધો કોઈથી છૂપા નથી. સિરાજને અત્યાર સુધી જે સફળતા મળી છે તેમાં કોહલી અને RCB નો મોટો હાથ રહ્યો છે. જોકે, IPL 2026 શરૂ થાય તે પહેલા જ્યારે વિરાટ કોહલીને RCB ની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે સિરાજને પડતો મૂકીને સૌને ચોંકાવી દીધા છે.
સિરાજનો શાનદાર રેકોર્ડ છતાં અવગણના
વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ મોહમ્મદ સિરાજ ટીમનો મુખ્ય હથિયાર હતો. તેણે RCB માટે 87 મેચોમાં 83 વિકેટ ઝડપી છે. સાત સીઝન સુધી તે ટીમનો અભિન્ન ભાગ હતો, પરંતુ કોહલીએ જ્યારે પોતાની બેસ્ટ ટીમ બનાવી ત્યારે તેણે ગતિ અને અનુભવને વધુ મહત્વ આપ્યું.
વિરાટ કોહલીની ‘RCB ઓલ-ટાઈમ બેસ્ટ XI’
કોહલીએ પોતાની ટીમમાં વિશ્વના સૌથી આક્રમક બેટ્સમેનો અને ઘાતક બોલરોનો સમાવેશ કર્યો છે:
- ઓપનિંગ જોડી: વિરાટ કોહલી અને ક્રિસ ગેલ.
- મિડલ ઓર્ડર: નંબર 3 પર એબી ડી વિલિયર્સ (Mr. 360), નંબર 4 પર કે.એલ. રાહુલ અને નંબર 5 પર વર્તમાન કેપ્ટન રજત પાટીદાર.
- ફિનિશર્સ: દિનેશ કાર્તિક અને હર્ષલ પટેલ.
- સ્પિનર્સ: યુઝવેન્દ્ર ચહલ અને અનિલ કુંબલે.
- ફાસ્ટ બોલર્સ: મિશેલ સ્ટાર્ક અને ડેલ સ્ટેન.
ચોંકાવનારી વાત એ છે કે સિરાજના સ્થાને કોહલીએ હર્ષલ પટેલ, મિશેલ સ્ટાર્ક અને ડેલ સ્ટેન જેવા બોલરો પર ભરોસો મૂક્યો છે.
ગુજરાત ટાઇટન્સનો ‘ટાઇટન’ બન્યો સિરાજ
RCB એ IPL 2024 બાદ સિરાજને રિલીઝ કર્યો હતો, ત્યારબાદ તે ગુજરાત ટાઇટન્સ (GT) માં જોડાયો હતો. ગત સીઝનમાં તેણે ટાઇટન્સ માટે 15 મેચમાં 16 વિકેટ ઝડપી હતી. ભલે કોહલીએ તેને પોતાની ઓલ-ટાઈમ ટીમમાં ન રાખ્યો હોય, પરંતુ સિરાજ અત્યારે ગુજરાત ટાઇટન્સનો સૌથી મોટો બોલિંગ પાવર છે.
IPL 2026 માં મોહમ્મદ સિરાજ ફરી એકવાર પોતાની જૂની ટીમ RCB સામે મેદાનમાં ઉતરશે ત્યારે તે સાબિત કરવા માંગશે કે તે કેમ વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર છે.

Urvil Ramoliya is a dedicated cricket enthusiast who closely tracks international and domestic cricket developments. With a strong passion for the game and a habit of following real-time match updates, player performances, and breaking cricket news, he shares timely and accurate cricket insights for fans. Urvil focuses on delivering quick, reliable, and easy-to-understand cricket updates so readers can stay informed about the latest happenings in the cricket world.





