2007 થી 2026 સુધીના તમામ T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન્સનું લિસ્ટ: જાણો કોણે કેટલી વાર દેશને અપાવી ટ્રોફી!

t20-world-cup-winning-captains-list-2007-to-2026

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી કારમી હાર આપીને સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 નો તાજ પોતાના માથે સજાવી લીધો છે. આ ઐતિહાસિક જીત સાથે ભારતે T20 ક્રિકેટમાં પોતાનો દબદબો સ્થાપિત કરી દીધો છે.

વર્ષ 2007 માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપથી શરૂ થયેલી આ સફર હવે 2026 માં સૂર્યકુમાર યાદવ સુધી પહોંચી છે. શું તમે જાણો છો કે ક્રિકેટના આ 19 વર્ષના ઇતિહાસમાં કયા દેશના કયા કેપ્ટને કેટલી વાર વર્લ્ડ કપ ઉઠાવ્યો છે?

ચાલો જોઈએ 2007 થી લઈને 2026 સુધીના તમામ T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોનું સંપૂર્ણ લિસ્ટ (T20 World Cup Winning Captains List):

T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન્સ (વર્ષ મુજબ)

વર્ષ (Edition)વિજેતા દેશ (Winner)હારનાર દેશ (Runner-up)જીતનું માર્જિનવિજેતા કેપ્ટન (Captain)
2007ભારત પાકિસ્તાન5 રનએમ.એસ. ધોની (MS Dhoni)
2009પાકિસ્તાન શ્રીલંકા8 વિકેટયુનિસ ખાન (Younis Khan)
2010ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા7 વિકેટપોલ કોલિંગવુડ (Paul Collingwood)
2012વેસ્ટ ઇન્ડીઝ શ્રીલંકા36 રનડેરેન સેમી (Daren Sammy)
2014શ્રીલંકા ભારત6 વિકેટલસિથ મલિંગા (Lasith Malinga)
2016વેસ્ટ ઇન્ડીઝ ઇંગ્લેન્ડ4 વિકેટડેરેન સેમી (Daren Sammy)
2021ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ8 વિકેટએરોન ફિન્ચ (Aaron Finch)
2022ઇંગ્લેન્ડ પાકિસ્તાન5 વિકેટજોસ બટલર (Jos Buttler)
2024ભારત સાઉથ આફ્રિકા7 રનરોહિત શર્મા (Rohit Sharma)
2026ભારત ન્યૂઝીલેન્ડ96 રનસૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)

T20 વર્લ્ડ કપ અંગે વારંવાર પૂછાતા સવાલો (FAQs)

કેપ્ટન તરીકે સૌથી વધુ T20 વર્લ્ડ કપ કોણે જીત્યા છે?

darren sammy

વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમી (Daren Sammy) એકમાત્ર એવા કેપ્ટન છે જેણે બે વખત (2012 અને 2016) પોતાની ટીમને T20 વર્લ્ડ કપ જીતાડ્યો છે.

ભારત તરફથી કયા કેપ્ટનોએ T20 વર્લ્ડ કપ જીત્યો છે?

gujjucricket rohit surya dhoni

ભારતે 3 અલગ-અલગ કેપ્ટનોના નેતૃત્વમાં 3 વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે:
એમ.એસ. ધોની (2007)
રોહિત શર્મા (2024)
સૂર્યકુમાર યાદવ (2026 – ઇતિહાસમાં પહેલીવાર ટાઇટલ ડિફેન્ડ કર્યું)

કયા દેશે સૌથી વધુ વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે?

માર્ચ 2026 સુધીના આંકડા મુજબ, ભારત (Team India) સૌથી વધુ 3 વખત (2007, 2024, 2026) ચેમ્પિયન બન્યું છે. ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ 2-2 વખત ટ્રોફી જીત્યા છે.

ભારત માટે તમામ ફોર્મેટ (ODI+T20) ના વર્લ્ડ કપ કયા કેપ્ટનોએ જીત્યા છે?

all formet trophy for india

ભારત માટે અત્યાર સુધી 4 કેપ્ટનોએ વર્લ્ડ કપ ઉઠાવ્યા છે: કપિલ દેવ (1983 ODI), એમ.એસ. ધોની (2007 T20, 2011 ODI), રોહિત શર્મા (2024 T20) અને સૂર્યકુમાર યાદવ (2026 T20).

તમારું શું માનવું છે? ધોની, રોહિત કે સૂર્યકુમાર… આ ત્રણેયમાંથી તમને કયા કેપ્ટનની કેપ્ટનશિપ અને જીતની સ્ટાઈલ સૌથી વધુ પસંદ આવી છે? નીચે કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જરૂરથી આપો!

Leave a Comment